27 માર્ચ, 2012

                      ગઝલ 

આવવાનું કે જવાનું મીણથી પથ્થર સુધી,
રાત દિવસ દોડવાનું મીણથી પથ્થર સુધી.

વાત મારા હું પણાની એટલે કે'તો નથી ,
એક પાનું ફાડવાનું મીણથી પથ્થર સુધી.

કોઈ સમજાવે મને કે કોઈ સળગાવે મને,
છે બધાને ચાહવાનું મીણથી પથ્થર સુધી.

કોઈ માણસ ગર્વ પૂર્વક તંગ થાશે જો અહી,
તાર માફક તૂટવાનું  મીણથી પથ્થર સુધી.

છે ઈબાદત આ ગઝલના શેર માં સાહેબજી,
રોજ એને પૂજવાનું મીણથી પથ્થર સુધી.
                  - મુસ્તુખાન .કે ."સુખ" 

1 ટિપ્પણી:

  1. કોઈ સમજાવે મને કે કોઈ સળગાવે મને,
    છે બધાને ચાહવાનું મીણથી પથ્થર સુધી.

    આખી ગઝલ લજવાબ છે!પણ આ શે'ર દિલને અડી ગયો હો દોસ્ત!

    જવાબ આપોકાઢી નાખો