19 એપ્રિલ, 2012

તું કહે છે કે સમય તલવાર જેવો થઇ ગયો,
હું કહું કે આપણા વ્હેવાર  જેવો થઇ ગયો.

જે સમયનો હાથ પકડીને સતત ફરતો રહે,
એમના માટે સમય તહેવાર જેવો થઇ ગયો.

જો તમે સમજી ગયાછો ,મૂલ્ય એનું તો પછી,
એ તમારી જાતના શૃંગાર જેવો થઇ ગયો.
                                       -મુસ્તુખાન.કે."સુખ"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો