15 નવેમ્બર, 2018

                                   *છોકર*
છોકરીના પગરવને ચીતરવા બેઠેલા છકરાઓ કાઢે છે
તારણ કે  છોકરી તો છોકરી જ  હોય,
અેનો પડછાયો લ્યો કે એનો ધબકારો લ્યો, અંતે તો એકજ છે કારણ કે છોકરી તો છોકરી જ હોય.......

પથ્થર કહિએ તો એની લીલીછમ લાગણીઓ થોર થઈ જાય,
એને ચોમાસે પીગળતુ ઢેફુ કેવાય,
'ને ખાદીની સાડીમા સજ્જ થઈ, દર્પણમા જુવે ને દર્પણને પરસેવો થાય, ઈ કેવુ કહેવાય,
એના હૈયામા ધરબેલા સૂરજ જુઓ કે છાતિમા બેઠેલો ફાગણ
છોકરી તો છોકરી જ હોય.........,

એક દિવસ આખોથી ટળવળતા પંખીને છોકરીએ કીધુ કે ચુપ, અને ઝાડવુ સુકાઈ ગયુ આખુ,
પછી શરમાતી- ભરમાતી બોલી કે છોકરાએ મારેલી સીટ્ટીની ઘટનાને થોડી હુ ખીસ્સામા રાખુ?,
એની આખોમા અાન્જેલા સપના જુઓ કે એના સપનાને સાચવતી પાપણ,છોકરી તો છોકરી જ હોય.........,

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો